આજરોજ કલેકટર કચેરી ખાતે પાણીના પ્રશ્નો બાબતે અગત્યની બેઠક મળી.

0002

આજરોજ કલેકટર કચેરી ખાતે કચ્છ-સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ કચ્છ કલેકટરશ્રી અનિલ રાણાવસિયા સાહેબના અધ્યક્ષસ્થાને પાણીની અછત બાબતે, પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ સાહેબ, ભુજ નગરપાલિકાના પદાધિકારીઓ, ભુજ નગરપાલિકાના વોટરસપ્લાય શાખાના એન્જીનીયર તથા તેમની ટીમ, G.W.I.L ના કાર્યપાલક ઈન્જીનીયર આન્ત્રોલીયા સાહેબ, G.W.S.S.B ના ડેપ્યુટી ઈન્જીનીયર પટેલ સાહેબ સાથે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ શહેર સંપૂર્ણપણે માં નર્મદાના નીર પર આધારિત છે, ત્યારે હાલ આ પાણીના મળવાના જથ્થામાં કાપ મુકવામાં આવ્યો છે ત્યારે ભુજ શહેરને પુરેપુરો પાણીનો જથ્થો ૪૪ M.L.D મળે તે માટે પ્રાધાન્યતા આપવા આવે તેવું સૂચન કરવામાં આવ્યું હતું, તદુપરાંત કલેકટર સાહેબ અને પ્રાંતિ અધિકારી સાહેબે તાત્કાલિક સબંધિત તંત્રોને ભુજ શહેર માટે પાણીના અન્ય સ્ત્રોત જીવિત કરી અને આ માટે ઘટતું કરવા બાહેંધરી આપી હતી.