સરકારી જમીન પર ગેરકાયદેસર કોમર્શીયલ બાંધકામ તોડી પાડી સરકારી જમીન ખુલ્લી કરાવતી હાજીપીર

image-105

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી ડો.વિશ્વા શાહ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ ગે.કા દબાણ કરનાર વિરુધ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા અને ગે.કા દબાણ દુર કરાવવા સુચના આપેલ તે સુચના અનુસંધાને પો.સ્ટે વિસ્તારમાં ગે.કા દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામા આવેલ તે અનુસંધાને હાજીપીર પો.સ્ટે વિસ્તારના લુડબાષ જુથ પંચાયત હસ્તકની સરકારી પડતર જમીન ઉપર લુડબાય જુથ પંચાયતના નીચે જણાવેલ નામ સરનામા વાળા વ્યક્તિઓએ પોત-પોતાના અગંત આર્થિક ફાયદા માટે કોમર્શિયલ બાંધકામ કરી તે જગ્યા પર લોજ ખાણીપીણીની તથા કરીયાણાની દુકાન બનાવી સરકારી જમીન પર પેશકદમી કરી ગે.કા રીતે સરકારી જમીન ૬૬૮૫ ચો.મી વાળી જમીન કિ.રૂ.૮,૦૪,૬૨૫/- નુ ગે.કા બાંધકામ તોડી પાડી દબાણ હટાવની યોગ્ય કાર્યવાહી કરી સરકારી જમીન ખુલ્લી કરાવેલ.