શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે રૂ. ૪૮૫.૯૮ લાખના ખર્ચે નવનિર્મિત અંજાર એસ.ટી ડેપો – વર્કશોપનું લોકાર્પણ

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે આજરોજ અંજાર ખાતે રૂા. ૪૮૫.૯૮ લાખના ખર્ચે નવનર્મિત એસ.ટી ડેપો- વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું વર્તમાન સમયમાં રાજ્યમાં પરિવહન સેવાઓ વધુ સુદઢ બની છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારે ગુજરાત રાજ્યની શાસન ધુરા સંભાળી ત્યારે તેમણે પરિવહનને વધુ સુગમ અને સુવિધાસભર બનાવ્યું હતું, વર્તમાન સમયમાં ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં પરિવહન સેવાને નવા કલેવર સાથે વધુ સુવિધા સંપન્ન બનાવવામાં આવતા નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે જાહેર પરિવહન પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે. આ નવનર્મિત એસ.ટી ડેપો- વર્કશોપનું લોકાર્પણથી ગુણાત્મક સેવામાં વધારો થશે. તેમણે આ પ્રસંગે નાગરિકો તેમજ કર્મયોગીઓને ગુણાત્મક પરિવર્તન લાવવા સકારાત્મક અભિગમ સાથે ભૂમિકા ભજવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજરોજ વડાપ્રધાનશ્રીના અભૂતપૂર્વ અને સફળ કાર્યકાળને ૧૨ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી થઇ રહી છે, ત્યારે આ ગૌરવદિનને આયોજિત કાયમી સ્મૃતિરૂપ બની રહેશે. આજના કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી ધર્મિષ્ઠાબેન ખાંડેક, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સંદીપ ચાવડા, અંજાર પાલિકા ઉપપ્રમુખશ્રી પરેશ માલસત્તર, અંજાર પાલિકા કારોબારી ચેરમેનશ્રી પ્રકાશ લોદરીયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી નરેશ ધારૂ, આશીષ ઉદવાણી, હિતેન વ્યાસ, વસંત કોડરાણી, ડેની શાહ સહિતના આગેવાનશ્રીઓ, ઇન્ચાર્જ વિભાગીય નિયામકશ્રી વી.એલ.ચૌધરી, મામલતદારશ્રી ભગવતીબેન ચાવડા, ચીફ ઓફિસરશ્રી તુષારભાઇ ઝાલરીયા સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.