ભચાઉ તાલુકાની ખાનગી કંપનીમાં પાણી ભરવા જતી નવ વર્ષીય બાળકીને ટ્રેક્ટર-લોડરે હડફેટમાં લેતાં મુત્યું નીપજ્યું

copy image

copy image

ભચાઉ તાલુકાના નાની ચીરઈની ખાનગી કંપનીમાં પાણી ભરવા જતી નવ વર્ષીય બાળકીને ટ્રેક્ટર-લોડરે હડફેટમાં લેતાં બાળકીનું મુત્યું નીપજ્યું હતું. સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર નાની ચીરઈમાં મૈત્રી ઈન્ડસ્ટ્રીઝ કંપનીના મેદાનમાં ગત સવારે આ બનાવ બન્યો હતો. પંદરેક દિવસથી મધ્યપ્રદેશથી કામ કરવા બાળકી સાથે અહીં આવ્યા હતા. કંપનીમાં કામ કરી અહીં જ રહેનાર આ બાળકી ગત સવારે પાણી ભરવા જઈ રહી હતી. દરમ્યાન ટ્રેક્ટર-લોડર ના ચાલકે અચાનક તીવ્ર ગતિએ વળાંક લેતાં તેનાં પૈડાં નીચે આ બાળકી આવી ગઈ હતી. બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે લઈ જવાઈ હતી, જ્યાં ફરજ આપતા તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.