“રાજસ્થાનના બાડમેર ખાતેથી ગુમ થયેલ વ્યક્તિને શોધી પરીવરને સોપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા તેમજ હાલે ચાલતા ઓપરેશન મુસ્કાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એચ.શીણોલસાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાંથી ગુમ થનાર તથા બહારના જીલ્લા કે રાજ્યમાથી ગુમ થઇ પશ્ચીમ કચ્છ જીલ્લામાં આવા કોઇ વ્યક્તિઓની ટેકનીકલ ઇનપુટ અન્ય પો.સ્ટે. દ્વારા મળેલ હોય તો આવા લોકોને શોધી યોગ્ય કાર્યવાહી કરી પરીવારને જાણ કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઇ રબારી તથા મહેશભાઇ ચૌહાણનાઓ મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંબારામ મુલારામ ગોદારા(જાટ) રહે.-સોડીયાર તા.ચૌહટન જી.બાડમેર-રાજસ્થાન નાઓ કોઇની શોધખોળ કરતા નજરે આવેલ તેમની પ્રાથમીક પુછપરછ કરતા જણાઇ આવેલ કે તેમનો પુત્ર મોહન અંબારામ ગોદારા(જાટ) કોઇ કારણોસર ઘર છોડી હાલ મુંદરા વિસ્તારમાં આવી ગયેલ છે અને પરીવાર સાથે કોઇ ટેલીફોનીક સંપર્ક પણ રાખેલ નથી ત્યારબાદ હકીકત મુજબ તપાસ કરતા ટુંકા સમયગાળા દરમ્યાન મુંદરા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ આધારે ગુમ થનારને શોધી તેના પિતા સાથે મીલન કરાવી સારી અને ઉત્કૃષ્ટ કામગીરી કરવામા આવેલ છે.