“નખત્રાણા વિસ્તારમાં આધાર-પુરાવા વગરના એલ્યુમીનીયમ વાયર સાથે બે ઇસમો ઝડપાયા”

લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજને મળેલ ખાનગી બાતમીના આધારે નખત્રાણા તાલુકાના મોટા કાદિયા વિસ્તારમાં કાર્યવાહી કરી 150 કિ.ગ્રા. એલ્યુમીનીયમ વાયર સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ મોટા કાદિયા ગામની પશ્ચિમ બાજુની સીમમાંથી પસાર થતી એલ્યુમીનીયમ તારની લાઇન નજીકથી વાયર લાવી પોતાના કબ્જામાં રાખ્યાનું જણાવ્યું હતું. વાયર અંગે કોઈ આધાર-પુરાવા કે બિલ રજૂ કરી શક્યા ન હોવાથી મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ-106 મુજબ કબ્જે કરવામાં આવ્યો.
રૂ.22,500/- કિંમતના 150 કિ.ગ્રા. એલ્યુમીનીયમ વાયર કબ્જે કરવામાં આવ્યા હતા.
PSI એમ.એચ. શીણોલ સાહેબ તથા ASI વિકેશભાઈ રાઠવા, PHC લાખાભાઈ રબારી તથા PC અનિલભાઈ ખટાણાની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી.
પકડાયેલ આરોપીઓ :
- આસીફ હાસમ પીજારા, રહે. મફતનગર, મોટા કાદિયા, તા. નખત્રાણા
- રીઝવાન હાસમ ઠોડીયા, રહે. મફતનગર, મોટા કાદિયા, તા. નખત્રાણા
ફરાર આરોપી :
- હુસેન આરબ ઠોડીયા, રહે. મફતનગર, મોટા કાદિયા, તા. નખત્રાણા