15 જૂનના રોજ ટ્રેક્ટર રેલી કરીને ખેડૂતો બહેરી સરકારના કાન સુધી પોતાનો અવાજ પહોંચાડશે: ગોપાલ ઇટાલીયા

image-150

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આવતીકાલે આયોજિત ટ્રેક્ટર રેલી મુદ્દે પોતાનું સમર્થન જાહેર કરતા જણાવ્યું હતું કે, આવતીકાલે સમગ્ર ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટર રેલી કરીને ગુજરાતની બહેરી સરકારના કાન સુધી પોતાની વેદનાનો અવાજ પહોંચાડવા જઈ રહ્યા છે. જે રીતે વીજળીના થાંભલા નાંખવાવાળી પ્રાઇવેટ કંપનીઓ ભાડેથી પોલીસ લાવીને વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના કીમતી ખેતરમાં જબરજસ્તીથી ગુંડાગર્દી કરીને થાંભલા નાંખે છે, એના વિરુદ્ધમાં યોજાનાર ટ્રેક્ટર રેલીમાં આવતીકાલે 15 જૂનના રોજ હું પણ હાજર રહીશ અને ખેડૂતોને સાથ સહકાર આપીશ. બધા જ ખેડૂતો અને ખેડૂતો સાથે સંકળાયેલા તમામ લોકો તથા ખેડૂતોને સપોર્ટ કરનારા તમામ લોકો ખેડૂતોની ટ્રેકટર રેલીમાં જોડાય એવી મારી લાગણી છે.