કુકમા પાસે બાઈકને ટ્રકે ટક્કર મારતાં આદિપુરની 25 વર્ષીય પરિણીતાનું કરુણ મોત નીપજ્યુ
copy image

કુકમા પાસે બાઈકને ટ્રકે ટક્કર મારતાં આદિપુરની 25 વર્ષીય પરિણીતાનું કરુણ મોત નીપજ્યુ હતું. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આદિપુરના દંપતી બાઈકથી કાનપરથી આદિપુર જતા હતા અને ગતસાંજે સાતેક વાગ્યાના અરસામાં કુકમા ફાટક પાસે સામેથી આવતી ટ્રકે ટક્કર મારતાં ગંભીર ઈજાનાં પગલે પરિણીતાને જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જતાં ત્યાં ફરજ આપતા તબીબે મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.