ભુજ નો પ્રથમ દિવ્યાંગ રાજ્ય માં બેન્ચ પ્રેસ માં ગોલ્ડ મેડલિસ્ટ થયો તેમજ ભુજની યુવતીએ રાજ્ય પાવરલિફ્ટિન્ફ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો

સુરતમાં રવિવારે યોજાયેલ ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ સ્પર્ધા માં કચ્છ ના ૨ સ્પર્ધકો એ સુવર્ણ ચંદ્રક હાસિલ કર્યો છે જેમાંનો એક નિત્ય અશોક હાથી ૨૦ વર્ષ નો દિવ્યાંગ છે અંને ભુજ નગરપાલિકા ના ભૂત પૂર્વ પ્રમુખ અશોક હાથી ના પુત્ર છે. .તેને પગ ની તકલીફ હોવા છતાં તેમણે બે હાથ બેંચ પ્રેસ્સ માં ભારે વજન ઉપાડ્યું હતું. આ કેટેગરી માં સુવર્ણ ચંદ્રક મેળવનાર કચ્છ માંથી પ્રથમ કિશોર છે.

૧૮ વર્ષ ની ડિગ્રી ના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરતી ધારા શર્મા એ પણ સાથોસાથ પાવરલિફ્ટિન્ગ માં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે.

આ બંને સ્પર્ધકો ને વિશ્વ ચેમ્પિયન પાવરલિફ્ટર વત્સલ મહેશ્વરી જીમ ૩૬૦ ફિટનેસ પોઈન્ટ માં સઘન તાલીમ આપી હતી અને કોચ તરીકે સ્પર્ધા માં માર્ગદર્શન માટે હાજર હતા.