ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં ચાર જુગારી ઝાડપાયા

copy image

copy image

ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં સરેઆમ ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા.  આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પોલીસને બાતમી હકીકત મળેલ કે ભારતનગરના મહેશ્વરીનગર વિસ્તારમાં ગત મોડીરાત્રે અમુક ઇસમો ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. દરમ્યાન પોલીસે રેડ પાડી રૂા. 18,800 સહિત ચાર આરોપીઓને પકડી પાડયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.