નાના વરનોરા ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી

આજ તા.15/06/2026ના રોજ નાના વરનોરા ગામે ગામતળમાં આવેલ દબાણકારોના પાકા તથા કાચા મળી કુલ 10 મકાનો તાલુકા વિકાસ
અધિકારીશ્રી ભુજના નેતૃત્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નાના વરનોરા ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી પોલિસતંત્રના કાફલા
સાથે કરવામાં આવી હતી. જેમાં કુલ 10 જેટલા દબાણોનું અંદાજિત 1100 ચો. ફૂટ જેટલું બાંધકામ જે અંદાજિત 5.50 લાખની જમીન દબાણ
મુક્ત કરવામાં આવેલ. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ દબાણો દૂર કરવા દબાણકારોને ગ્રામ પંચાયત ધારાની કલમ 105 અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા
નોટીશ આપી પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવેલ. જેમાં જે દબાણકારો પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયેલ તેઓને ગ્રામ પંચાયત દ્વારા
સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની નોટિસ આપતા સ્વેચ્છાએ દબાણ દુર ન કરતાં આ દબાણો પર વહીવટીતંત્ર દ્વારા બુલ્ડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં
આવેલ અને ગામતળની કિંમતી જમીન દબાણમુક્ત કરવામાં આવેલ..