લખપત તાલુકાના અમીયા ગામે ગ્રામજનો અને પશુપાલકોને ગોબરધન ગેસ પ્લાન્ટ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું

લખપત તાલુકાના અમીયા ગામે ગ્રામજનો અને પશુપાલકોને ગોબરધન ગેસ પ્લાન્ટ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તથા SBM CC દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.  આ મુલાકાત દરમિયાન ગ્રામજનોને ગોબરધન ગેસ પ્લાન્ટ દ્વારા પશુઓના ગોબર અને અન્ય જૈવિક કચરાનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરી બાયોગેસ તથા જૈવિક ખાતરનું ઉત્પાદન કરી શકાય છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. વધુમાં ગ્રામજનોને જણાવાયું હતું કે, ગોબરધન પ્લાન્ટ થકી આર્થિક, પર્યાવરણીય અને સામાજિક ફાયદાઓ થાય છે. જેમાં સ્વચ્છતા સાથે તેમજ પર્યાવરણનું સંરક્ષણ પણ થાય છે. વધુમાં રસોઈ માટે સ્વચ્છ ઇંધણ ઉપલબ્ધ થવાથી લાકડા અને અન્ય પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટે છે તેમજ પરિવારના ખર્ચમાં પણ બચત થાય છે. વધુમાં વધુ લાભાર્થીઓ આ યોજના સાથે જોડાઈ સ્વચ્છતા અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.