અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા થયેલા કરાર બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો
copy image

copy image
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધને સમાપ્ત કરવા થયેલા કરાર બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો,સૂત્રો માંથી મળતી માહિતી મુજબ શેરબજારોમાં સતત બીજા સત્રમાં તેજી જોવા મળી હતી. દિવસ દરમિયાન, તે 1,293.12 પોઈન્ટ (1.71 ટકા) ઊંચકાયો હતો, અગાઉના સત્રમાં સેન્સેક્સ 1,695 પોઈન્ટ અને નિફ્ટી 461 પોઈન્ટ વધ્યા હતા. અમેરિકા અને ઈરાનની કરારની જાહેરાત પછી વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ ત્રણ મહિનાનાં નીચલાં સ્તરે આવી ગયા છે. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 5 ટકા ઘટી ગયું છે. ક્રૂડતેલના ભાવ ઘટતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ, ટાયર ઉત્પાદકો, પેઈન્ટ ઉત્પાદકો તથા એરલાઈન્સ કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.