નીટ યુજીની 21મી જૂને થનારી પરીક્ષાના મુદ્દે વિદ્યાર્થીઓ ફરી ચિંતામાં..

copy image

copy image

નીટ યુજીની 21મી જૂને થનારી પરીક્ષાના મુદ્દે વિદ્યાર્થીઓમાં ફરી ચિંતા દેખાઇ રહી છે. પુન: પરીક્ષાથી પહેલાં એનટીએનું સર્વર ઠપ થતાં છાત્રો પરેશાન છે. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ એનટીએ દ્વારા પરીક્ષાનાં એડમિટ કાર્ડ વેબસાઇટ પર લાઇવ તો કરવામાં આવ્યા પરંતુ ડાઉનલોડ કરતી સમયે વિધ્યાર્થીઓને સમસ્યા થઈ રહી છે જ્યારે સર્વર ક્રેશ થવા જેવી બાબતોથી પહેલાં દેશનાં હજારો વિધ્યાર્થીઓના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. જ્યારે , એનટીએ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સર્વર પર વધુ પડતાં ભારણથી યાંત્રિક મુશ્કેલી સર્જાઇ છે. આ તકલીફ દૂર કરવા માટે તેની ટીમો સતત કામ કરી રહી છે. ખરી સમસ્યા એ વિધ્યાર્થીઓને છે, જે લોગિન કરી રહ્યા છે. એડમિટ કાર્ડ લાઇવ થયા બાદ અત્યાર સુધી લગભગ ચાર લાખ છાત્ર સફળતાપૂર્વક પોતાનાં પ્રવેશપત્રો ડાઉનલોડ કરી ચૂક્યા છે અને એનટીએની ટીમે એવી સૂચના આપી હતી કે, જલ્દી થી તમામ છાત્રો કોઇ જાતની પરેશાની વગર પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકે, તેવું સુનિશ્ચિત કરાશે.