ફક્મા ત્રણ રસ્તા શેખપીર દરગાહની પાછડના ભાગેથી માદક પદાર્થ ગાંજો ૬૦૨ ગ્રામ. કી.રૂ ૩૦,૧૦૦/- નાં મુદામાલ સાથે એક આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી.પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજના શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં નાર્કોટીક્સની, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના અધિકારી/ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. જે અન્વયે,

ગઈકાલ તા.૧૬/૦૬/૨૦૨૬ નાં રોજ એસ.ઓ.જી સ્ટાફના અધિકારીઓ તથા કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ. રઘુવીરસિંહ જાડેજાનાઓને સંયુકત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી હકિકત અન્વયે કુમા ત્રણ રસ્તા શેખપીર દરગાહની પાછડના ભાગેથી મથુરગર મહેશગર ગુસાઈ, ઉવ.૩૨, રહે.આત્મારામ સર્કલ પાસે રામનગરી ભુજ વાળા પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન ૬૦૨ ગ્રામ, કિ.રૂ. ૩૦,૧૦૦/- ના નાર્કોટિક્સ મુદામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપી વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

(૧) મયુરગર મહેશગર ગુસાઈ, ઉવ.૩૨, રહે.આત્મારામ સર્કલ પાસે રામનગરી ભુજ

કબ્જે કરેલ મુદ્દામાલ

  • (૧) માદક પદાર્થ ગાંજો, ૬૦૨ ગ્રામ કિ.રૂ. ૩૦,૧૦૦/-

→ (૨) મોબાઇલ નંગ ૦૧, કિ.રૂ.૫૦૦૦/-

  • (૩) રોકડા રૂ.૬૫૦/-

→ કુલ કિંમત રૂપિયા ૩૫,૭૫૦/-

  • કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

એસ.ઓ.જી. પશ્ચિમ-કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર, પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.આર. સકોરિયા તથા પો.સબ ઇન્સ. ડી.બીવાઘેલા એસ.ઓ.જી., ભુજના પોલીસ કર્મચારીઓ એ.એસ.આઇ. નરેન્દ્રસિંહસિંહ ઝાલા, રજાકભાઈ સોતા, તથા પો.હેડ.કોન્સ. રઘુવિરસિંહ જાડેજા, ભાવેશભાઈ ચૌધરી, તથા એલ.આર.પી.સી. રવીન્દ્રકુમાર રાઠોડનાઓ જોડાયેલ હતા.