અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલતા તણાવ બાદ એક નવા આર્થિક અધ્યાયની શરૂઆત થવાની સંભાવના..

copy image

copy image

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલતા તણાવ, પ્રતિબંધો અને તાજેતરના સૈન્ય સંઘર્ષ બાદ એક નવા આર્થિક અધ્યાયની શરૂઆત થવાની સંભાવના જોવા મળી રહી છે. સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત Peace Deal અને (MoU)ને લઈને વૈશ્વિક સ્તરે ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ પ્રક્રિયામાં વધુ ધ્યાન ખેંચનાર મુદ્દો એ છે કે 300 અબજ ડોલર નો વિશાળ રોકાણ ફંડ છે આ આંકડો એટલો મોટો છે કે તે અનેક નાના દેશોના વાર્ષિક GDP કરતાં પણ વધારે છે. તેથી લોકોના મનમાં પ્રશ્ન ઉત્પન થયો છે કે શું અમેરિકા ઈરાનને યુદ્ધમાં થયેલા નુકસાન બદલ 300 અબજ ડોલર આપી રહ્યું છે? આ વળતર છે કે પછી કોઈ રોકાણની વ્યૂહરચનાનો ભાગ છે?