અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર

ઘણા સમયથી ચાલી રહેલા યુદ્ધના સંઘર્ષ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે મહત્વના વચગાળાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ફ્રાન્સના પેલેસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની હાજરીમાં આ દસ્તાવેજ સંપન્ન થયા હતા, ત્યારબાદ ઈરાનના રાષ્ટ્રપતિ પજશકિયાને ડિજિટલ માધ્યમથી હસ્તાક્ષર કર્યા હતા.તેમજ ભારતીય સમય મુજબ ગુરુવારે વહેલી સવારે 5 વાગ્યે આ કરાર અમલમાં આવ્યો છે. આ સમજૂતી હેઠળ ઈરાન અને લેબનોનમાં યુદ્ધ વિરામ જાહેર કરાયો છે. આ ઉપરાંત હોર્મુઝ સ્ટ્રેટને પુનઃ ખોલવા અને અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવાનો નિર્ણય લેવાયો છે.