અંજાર વિસ્તારમા રૂા. 79,52,400ના શરાબ બાબતે દુધઇ પોલીસના બે કર્મીની બેદરકારી સામે આવતા બંનેને સસ્પેન્ડ કરાયા
અંજાર તાલુકાના ટપ્પર વિસ્તારમા રૂા. 79,52,400ના શરાબ બાબતે દુધઇ પોલીસના બે કર્મીની બેદરકારી સામે આવતા બંનેને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. સુત્રો માથી પ્રાપ્ત થતી માહિતી મુજબ દુધઇ પોલીસ વિસ્તારમાં આવતા ટપ્પર નજીકથી એલસીબીએ રૂા. 79,52,400નો દારૂ પક્ડી પાડયો હતો, જેમાં કાર્યવાહી દરમ્યાન એકેય આરોપી પક્ડાયા નહોતા. દરમ્યાન પોલીસે ચક્ર ગતીમાન કરીને ઇસ્મોની ધરપકડ કરી હતી. એલસીબીની આ સફળ અને કાર્યવાહી બાદ પોલીસ અધિકારીઓએ તપાસ પણ કરી હતી. જેમાં બે કર્મીની સંડોવણી બહાર આવતાં બંનેને સસ્પેન્ડ કરવામા આવ્યા હતા.