ડ્રગ્સના દૂષણ સામે ગૃહ વિભાગનો મોટો પ્રહાર

ADGની આગેવાનીમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની રચના

ANTF માટે ADG, IG, DYSP, PI અને PSI કક્ષાની અલગ પોસ્ટ ઉભી કરાઈ

રાજ્યભરમાં ANTFના 6 વિશેષ પોલીસ સ્ટેશન કાર્યરત થશે

દરેક પોલીસ સ્ટેશન DYSP કક્ષાના અધિકારીના સંચાલન હેઠળ રહેશે

NCB, CBN, DRI અને CAPF જેવી કેન્દ્રીય એજન્સીઓમાંથી પણ અધિકારીઓની નિમણૂક થઈ શકશે

અમદાવાદ ANTF : અમદાવાદ શહેર-ગ્રામ્ય, ખેડા અને આણંદ જિલ્લાની હદ

સુરત ANTF : સુરત શહેર-ગ્રામ્ય, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની હદ

વડોદરા ANTF : વડોદરા શહેર-ગ્રામ્ય, ભરૂચ, નર્મદા, દાહોદ, ગોધરા, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાની હદ

રાજકોટ ANTF : રાજકોટ શહેર-ગ્રામ્ય, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ

ગાંધીનગર ANTF : ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાની હદ

ભૂજ ANTF : કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મોરબી જિલ્લાની હદ