મુંદ્રા મામલતદાર કચેરી ટીમ દ્વારા અંદાજિત 15 મે.ટનની સાદી મોરમ સાથે રૂ. 20 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

મુંદ્રા મામલતદાર કચેરી ટીમ દ્વારા ખનિજચોરીની કાર્યવાહીમાં મુંદરામાં રોયલ્ટી વિનાનો અંદાજિત 15 મે.ટનની સાદી મોરમ સાથે રૂ. 20 લાખનો મુદ્દામાલ કબજે કરવામા આવ્યો હતો.સુત્રો માથી પ્રાપ્ત થતી માહીતી અનુસાર ફિલ્ડ વિઝિટ દરમિયાન પાવાપુરી ચોકડી પાસે સાદી મોરમ ભરેલી નંબર વગરની ટ્રક જપ્ત કરવામા આવી હતી, જેના ડ્રાઇવર પાસેથી આસરે 15 મે. ટનનું ગેરમારગે પરિવહન કરાતો મુદામાલ કબજે કરવામા આવ્યો હતો. ગાડી તથા ખનિજ અંદાજિત કિંમત રૂ. 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો હતો. આ કાર્યવાહી જિલ્લા કલેક્ટર માર્ગદર્શન હેઠળ મામલતદાર મુંદરાની ટીમ દ્વારા હાથ ધરવામા આવી હતી. જેની આગળ ની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.