ભારત-પાક બોર્ડર પર કડક કાર્યવાહી: હથિયારોનો મોટો જથ્થો ઝડપાયો
copy image

અમૃતસર: પંજાબમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF ના જવાનોને એક મોટી સફળતા મળી છે.મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ પાકિસ્તાની સ્મગલરોના મનસૂબાઓ પર પાણી ફેરવીને હથિયારોનો એક બહુ મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપરેશન દરમિયાન BSF એ એક ઘાતક AK-47 રાઈફલ, 25 વિદેશી પિસ્તોલ, 368 જીવતા કારતૂસ અને 47 મેગેઝીન જપ્ત કર્યા છે. આ મામલામાં પોલીસે અમૃતસરથી એક ભારતીય યુવકની પણ ધરપકડ કરી છે.