કેરા,કુંદનપર,બળદિયા,ભારાપર,નારાણપર બાયપાસ મુદ્દો વર્ષોથી માત્ર કાગળ પરજ

રોજ ઓવલોર્ડ વાહનોથી થતી ટ્રાફિક અને અકસ્માતો થી લોકો પરેશાન થઈ ચૂક્યા છે ચૂંટણી ટાઇમે નેતાઓ દ્વારા મોટા મોટા વાયદાઓ પછી તુમ કૌન હમ કૌન જેવો તાલ ઓવરલોડ વાહનોથી લોકોને તેમજ દુકાનદારો ને રોજનો ભય સતાવતો રહેછે ગામની વરચેથી ચાલતા યમરાજ સમાન વાહનો ક્યારેક લોકોના ઘરોમાં ઘૂસી જાય છે તો ક્યારેક જી.ઇ.બી.ના થાંભલાઓ સાથે અથડાવાના બનાવો પણ બની ચૂક્યા છે કેરા ગામનો રોડ આમે સાંકડો અને બંને બાજુ દુકાનો હોવાથી ભારે હાલાકી સર્જાય છે અને આ ટ્રાફિક આખો દિવસ સર્જાય છે દર્દીઓને ઇમરજન્સી માં લઈ જતી એમ્બ્યુલન્સ પણ 15,20 મિનિટ ફસાઈ જાય છે સાથે અગાઉ 2 મહિના પેલા બનાવેલ કેરા ગામનો રોડમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરાયો છે કેટલી જગ્યાએ બેસી ગયો છે અને રોડ બનાવવા ટાઈમે કોન્ટ્રાક્ટર દ્વારા જણાવાયું હતું કે રોડ દુકાનો ટચ કરી ડામર રોડ બનાવી દેશું તેમાં પણ દુકાનો આગળ રહેલી કોંક્રીટ જેમતેમ તોડી અને મૂકી દેવાય છે જેનો આજ સુધી કોઈ કામ કરાયું નથી રોડ પર જમ્પ પણ નથી બનાવ્યા જેથી બાઇક ચાલકો પણ બેફામ બાઈકો ચલાવે છે ગામ લોકોને પૂછતા લોકો કહે છે આપણી 5,7 પેઢી સુધી બાયપાસ બને એવું લાગી રયુ છે