ભચાઉ તાલુકા ના ગામડાઓ માંથી બેફામ થતી ખનિજ ચોરી, માટી ચોરી,રેતીચોરી અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું

ભચાઉ તાલુકા ના ગામડાઓમાં થી બેફામ થતી ખનિજ ચોરી, માટી ચોરી,રેતીચોરી તેમજ મીઠાની ગેરકાયદેસર ઓવરલોડ તાડપત્રી ઢાંક્યા વગરની ગાડી ઓને કારણે ગામડાઓમાં થી રોડ રસ્તા તૂટી રહ્યા છે.તેમજ રસ્તા ઉપર ઠેર ઠેર મીઠું વેરીને ઉપજાઉ જમીનો ને ક્ષાર યુક્ત બનાવી રહેલા ખનન માફીયાઓ ભ્રષ્ટાચારીઓ ની ભ્રષ્ટાચારી પ્રવૃત્તિઓ વિરુદ્ધ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ભરતભાઈ ઠક્કર, શહેર કોંગ્રેસ પ્રમુખ અને ભચાઉ તાલુકા પંચાયત વિપક્ષી નેતા મનજીભાઈ રાઠોડ, શહેર કોંગ્રેસ ઓબીસી સેલ પ્રમુખ મોહનભાઇ દરજી, તાલુકા કોંગ્રેસ ના લખમણ પિરાણા, જયંતિ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.નાયબ કલેકટરશ્રી ને આવેદનપત્ર આપી ખનન માફીયાઓ ની ભ્રષ્ટાચારી અને સરકાર ને ચૂનો લગાડતી નિતિ અટકાવી સરકારી રોડ રસ્તા,નદી, ડુંગર,રણ ઉપર નો અવૈધ કબજો છોડાવવા વિનંતિ કરી હતી.

ભચાઉ તાલુકાના ગામડાઓમાં થી ખાસ તો અસરગ્રસ્ત વિસ્તારોમાં થી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.