કોરોના વાઈરસ માટે અમેરિકાના વિજ્ઞાનીએ ફન્ડિંગ કર્યું હતું…’, તુલસી ગબાર્ડના આરોપથી હડકંપ

copy image

copy image

અમેરિકી નેતા તુલસી ગબાર્ડે કરેલા એક ધડાકાએ આખી દુનિયામાં હડકંપ મચાવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ તુલસીએ જણાવ્યું હતું કે, ચીનની જે લેબમાંથી કોરોના વાયરસ ફેલાયો હતો, તેને અમેરિકાના ટોચના વૈજ્ઞાનિકે પૈસા આપ્યા હતા.ગબાર્ડે જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનના મુખ્ય ચિકિત્સા સલાહકાર ડો. એંથની ફાઉચીએ ચીનની વુહાન લેબને આર્થિક મદદ કરી હતી. રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના નિર્દેશક તરીકે પોતાના કાર્યકાળના  છેલ્લા દિવસે તુલસી ગબાર્ડે કહ્યું કે, 85 વર્ષીય ડો. ફાઉચીએ વુહાન લેબને લાખો ડોલરની મદદ કરી હતી. આ પૈસા અમેરિકાના સામાન્ય કરદાતાઓના હતા, જેનો ઉપયોગ વુહાન લેબમાં ખતરનાક સંશોધનમાં કરાયો હતો. આ પ્રકારનાં સંશોધનમાં વાયરસને વધુ સંક્રમણ ફેલાવનાર તેમજ જીવલેણ બનાવાતા હોય છે. ખાસ ઉલ્લેખનીય છે કે, ફાઉચીએ 2020માં અમેરિકામાં કોવિડ સંક્રમણ ફેલાયું તે વખતે બાયડન સરકારની કોરોના રોકવાની રણનીતિનું નેતૃત્વ કર્યું હતું.