કેરા યુવક સંઘ ગરબી મંડળ આયોજિત ગ્રામ પંચાયત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં 19 જૂન ના રોજ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કેરા કપિલકોટ ગ્રાઉન્ડ ખાતે 3 જૂન 2026 થી ચાલતી શ્રી કેરા યુવક સંઘ ગરબી મંડળ આયોજિત ગ્રામ પંચાયત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં 19 જૂન ના રોજ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું જેમાં કેરા,નારાણપર અને માનકુવા ટીમે ભાગ લીધો હતો 8 ઓવરની આ મેચમાં ત્રણે ટીમ વરચે જોરદાર મુકાબલો જામિયા હતો છેલ્લે કેરા અને માનકુવા વરચે ફાઈનલ મુકાબલો જામિયા હતો જેમાં કેરા ટીમનો 25 રને વિજય થયો હતો જેથી દાતાશ્રી,H.J.D. સૈનિક સ્કૂલના ચેરમેન જગદીશભાઈ, હાલાઈ, દિપેશ હાલાઈ તેમજ સરપંચ મદનગિરિ ગોસ્વામી,તાલુકા સદસ્ય, પ્રવીણ આહિર,મુકેશ વરસાણી દ્વારા ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા કેપ્ટન આવૃતિ ભોજાણી ના માર્ગદર્શન હેઠળ ટીમે જોરદાર મુકાબલો કર્યો હતો જેમાં બેસ્ટ બેસ્ટમેન (અંશી રાબડીયા) બેસ્ટ બોલર (ભક્તિ ગોરશીયા માનકુવા) બેસ્ટ સિરીઝ (આવૃતિ ભોજાણી) તેમજ બેસ્ટ ફિલ્ડર (તૃષા રાબડીયા) રયા હતા તો હર હંમેશા ટીમની સપોર્ટમાં માં રહેતા રાજ વરસાણી,કંચનબેન વરસાણી,નરેન્દ્ર ભોજાણી તેમજ જ્યોતિબેન ભૂડિયા નો સાથ સહકાર રયો હતો અગાઉ પણ કેરા ટીમ સારું પ્રદર્શન કરી જીત હાંસિલ કરેલ છે જો ટીમને હજુ પણ દાતાશ્રીઓ કે આયોજકો દ્વારા સપોર્ટ મળતો રહે અને મેચના આયોજન થાય તો મહિલા ટીમ આગળ વધી શકે તેમ છે