ભુજ તાલુકાના લોરિયાનાં ખેતરમાં ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ ઇસમને પોલીસે જડપી પાડયા
copy image

ભુજ તાલુકાના લોરિયાનાં ખેતરમાં ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ ઇસમને પોલીસે જડપી પાડયા હતા. જ્યારે ત્રણ જુગારી ભાગવામાં સફળ રહ્યા હતા. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગતસાંજે પોલીસે બાતમીના આધારે લોરિયાના ખેતરમાં રેડ પાડતાં ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડયા હતા, તે દરમ્યાન પોલીસને જોઇને ત્રણ ઇસમો ભાગી છૂટયા હતા. તે દરમ્યાન પોલીસે રોકડ રૂા. 14,700, તેમજ કુલ રૂા. 69,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.