“કચ્છના કલેક્ટરને મારી નાખવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી”
સોશિયલ મીડિયામાં કચ્છના કલેક્ટરને ખુલ્લેઆમ મારી નાખવાની ધમકી વાળો મેસેજ વાયરલ થયો છે. મેસેજના સ્ક્રીનશોટ વહેતા થતા પોલીસે ગંભીરતા દાખવીને છાનબીન આદરી છે.
હાલ ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશને પગલે ઉશ્કેરણીજનક મેસેજો વહેતા થયા છે. જેમાં કચ્છના કલેક્ટરને મારી નાખવા જેવા ગંભીર મેસેજનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ મેસેજ-કોમેન્ટ કરનારના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવશે.
સ્ક્રીનશોટ સાચા છે કે ખોટા તેની ખરાઈ હજુ બાકી છે. પરંતુ ગંભીરતા દાખવીને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ તંત્રે જણાવ્યું કે તેઓ સુધી આ પોસ્ટ પહોંચી ગઈ છે અને સંબંધિત પાસેથી પૂછપરછ કરવામાં આવશે.