અંજારમાં બાળ સ્મશાનની જમીન હડપવાનું કાવતરું, ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠન દ્વારા તંત્ર ને આવેદનપત્ર પાઠવી કરાઈ ઉગ્ર રજુઆત

તા. ૨૯-૦૬-૨૦૨૬ સોમવાર અંજારમાં ભૂ-માફિયાઓનો આતંક દિવસે દિવસે બેફામ બની રહ્યો છે. ગેરકાયદે જમીન દબાણો કરીને સરકારી અને સમાજની જમીનો હડપી લેવાનો જાણે રવાડે ચડ્યો છે. હવે તો આ ભૂ-માફિયાઓએ કચ્છ ક્ષત્રિય ગુજ્જર સમાજના બાળ સ્મશાન માટે નીમ થયેલી જમીન પર પણ ડોળો માંડી દીધો છે.
સ્મશાન જેવી પવિત્ર જગ્યા પર પણ ગેરકાયદે બાંધકામ કરી જમીન હડપી લેવાનું કૃત્ય ભૂ-માફિયાઓ દ્વારા શરૂ કરી દેવાયું છે. આ ઘટનાએ સમગ્ર અંજાર શહેરમાં ભારે રોષની લાગણી ફેલાવી છે.
ત્યારે આજે આ સમસ્યાના નિવારણ માટે ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠનના કચ્છ જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમાર,જિલ્લા ઉપાધ્યક્ષ અનીશભાઈ જુણેજા, જિલ્લા પ્રભારી લક્ષ્મણ ભાઈ વાઘેલા, મહામંત્રી ભીમજીભાઈ બોચીયા, જિલ્લા મીડિયા કન્વીનર માવજીભાઈ હિંગણા, ભચાઉ તાલુકા પ્રમુખ લાલજીભાઈ બોખાણી, ખીમજીભાઈ મહેશ્વરી, બધા ભાઈ આહીર, વગેરેના લોકો જોડાઈ અંજાર પ્રાંત કચેરી એ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી આ બાબતે વધુવિગત આપતા કચ્છ જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમારે
જણાવ્યું કે, “અમે તંત્રને અગાઉ અનેક વખત રજૂઆત કરી છતાં ભૂ-માફિયાઓ પર કોઈ લગામ નથી. હવે પાણી માથા ઉપરથી વહી ગયું છે. બાળ સ્મશાનની જમીનને બચાવવા અને અન્ય સરકારી જમીનોને ભૂ-માફિયાઓના સકંજામાંથી મુક્ત કરાવવા હવે આરપારની લડાઈ લડીશું
હરિભાઈ પરમારે ચીમકી ઉચ્ચારી છે. કે જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ભીમ આર્મી દ્વારા ધરણા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે જેની જવાદારી તંત્ર ની રહેશે.