ચીનમાં મોટી ઉથલપાથલ: સરકારે અચાનક 6 લશ્કરી કમાન્ડરોને કર્યાં ઘરભેગા!

image-338

copy image

ચીનમાં મોટી ઊથલપાથલ ચાલી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. ચીનની સરકારે એકસાથે ઘણા મોટા સૈન્ય અધિકારીઓ અને નેતાઓને પદ ઉપરથી હટાવી દીધા છે. સૂત્રો માંથી મળતી વિગતો મુજબ આ યાદીમાં પૂર્વ આર્થિક નિયામક લી યુંઝે અને અન્ય એક સભ્ય મા શિંગરુઈનું નામ સામેલ છે, જેઓ તપાસના દાયરામાં આવ્યા હતા. જો કે આ કાર્યવાહી ક્યા કારણોથી કરવામાં આવી છે તે હજી સુધી સામે આવ્યું નથી. ચીનની સરકારી ન્યુઝ એજન્સી દ્વારા કહેવામાં આવ્યું હતું કે દેશની ટોપ વિધાયી સંસ્થા નેશનલ પીપલ્સ કોંગ્રેસે છ સૈન્ય સાંસદો સાથે સાથે બે મોટા નેતાને પદ ઉપરથી હટાવ્યા છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસ ચીનની સૌથી મોટી કાયદો બનાવતી સંસ્થા છે એટલે તેમાં થનારા બદલાવ મહત્વના માનવામાં આવે છે. જો કે કાર્યવાહી ક્યા કારણથી કરવામાં આવી છે તે અંગે કોઈપણ પ્રકારની જાણકારી સાર્વજનિક કરવામાં આવી નથી.