માંડવીના મસ્કામાં મંદિરમાં સાફ-સફાઈ બાદ ઈલેક્ટ્રિક સ્વીચ બંધ કરવા જતાં શોર્ટ લાગતાં યુવાનનું મોત

vijli dead

copy image

copy image

માંડવીના મસ્કાના વાડી વિસ્તારમાં મંદિરમાં સાફ-સફાઈ બાદ ઈલેક્ટ્રિક સ્વીચ બંધ કરવા જતાં વીજ શોર્ટ લાગતાં 38 વર્ષીય યુવાનનું મોત નીપજતાં અરેરાટી વ્યાપી હતી. આ બનાવ અંગે માંડવી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મસ્કા રહેતા યુવાન પરિજનો સાથે તેમના પરિવારના વાડી વિસ્તારમાં આવેલા ખેતરપાળ દાદાના મંદિરે સવારે સાફ-સફાઈ કરવા ગયા હતા. આ કામ બાદ સવારે નવેક વાગ્યાના અરસામાં મંદિરમાંની ઈલેક્ટ્રિક સ્વીચ બંધ કરવા જતાં તેને વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો, આથી તેને પ્રથમ ખાનગી અને માંડવી સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.