27 દિવસે વાંગચૂકના અનશન ખતમ

image

ચાલી રહેલી 27 દિવસથી અનશન પર બેઠેલા પૂનમ વાનચુકે ગુરુવારની મોડી રાત્રે ભૂખ હડતાલ ખતમ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ ગુરુગ્રામ મેદાતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં નડ્ડાએ વાંગચૂકને જ્યુસ પીવડાવી પારણા કરાવ્યા હતા. વાંગચૂકે શુક્રવારે સવારે એક વિડીયો સંદેશોમાં કહ્યું હતું કે છેલ્લા બે દિવસથી સરકાર સાથે સતત વાતચીત ચાલતી હતી. સરકારે પ્રદર્શનકારી છાત્રો પર કેસ નહીં નોંધવા, પેપર લીક અને પરીક્ષા પ્રણાલીમાં જવાબદારી નક્કી કરવાના મુદ્દા પર સંસદમાં ચર્ચા તેમજ જીવ ગુમાવનાર છાત્રોના પરિવારને યોગ્ય વળતરની માંગો પર લેખિત આશ્વાસન આપ્યું હતું.વધુમાં વાંગચૂકે જણાવ્યું હતું કે ધર્મેન્દ્રપ્રધાનના રાજીનામાં પર સરકાર કોઈ આશ્વાસન નહોતું આપ્યું. મારા માટે સૌથી મહત્વનું છાત્રો પર કાર્યવાહી રોકવાનું હતું પ્રધાનમંત્રી નું રાજીનામું એટલું જરૂરી નહોતુ.વાંગચૂકના અનશન ખતમ કરવા પર સીજેપીના સ્થાપક અભિજિત દીપકે ખુશી વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાનના રાજીનામાં સુધી જંતર મંતર પર અમારું આંદોલન હજુ પણ જ્યારે રહેશે