*શ્રી નાનારેહા પ્રા.શાળા તા.ભુજ ખાતે આશાપુરા ફાઉન્ડેશન તરફથી વાવેતર દ્વારા પર્યાવરણ વિશે પ્રશિક્ષણ સમર કેમ્પ યોજ્યો*

શ્રી નાના રેહા પ્રાથમિક શાળા તાલુકો ભુજ ખાતે આશાપુરા ફાઉન્ડેશનના વંદનાબેન અને જીજ્ઞાબેન તરફથી બાળકોમાં શુદ્ધ અને ઓર્ગેનિક શાકભાજી વિશે સમજ મેળવે તેમજ બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વધે તે માટે ધોરણ આઠ ના બાળકો માટે મારું શાકભાજી મારો બગીચો પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને વિવિધ પ્રકારના શાકભાજીના બિયારણ આપવામાં આવેલ અને તેનું વાવેતર કરવામાં આવેલ . ધોરણ 8 ના બાળકોએ જુદા-જુદા પ્રકારના શાકભાજી નું વાવેતર , દેખરેખ અને કાળજી માટેની જવાબદારી લીધેલ. પ્રોજેક્ટનું આયોજન શાળાના ધોરણ છ થી આઠ ના વર્ષશિક્ષકો ઉર્વી મિસ્ત્રી, ભાવિક ચૌહાણ અને પરિશા પોપટ દ્વારા કરવામાં આવેલ. તેમજ પ્રોજેક્ટ અંગેનું માર્ગદર્શન શાળાના પ્રકૃતિ પ્રેમી આચાર્યશ્રી જટુભા રાઠોડ દ્વારા આપવામાં આવેલ.