અબોલા જીવો માટે પીવા માટે પાણીની નાની નાની ચાડીઓ કુકમા સ્થિત મૈત્રી ભાવ ગ્રુપ દ્વારા અબોલા જીવોની મૈત્રી ભાવના પ્રગટાવી

મિક્ષ ઋતુની કાળઝાળ ગરમીમાં કુકમાના મૈત્રીભાવ ગ્રુપ દ્વારા અબોલ જીવોની તરસ તૃપ્ત કરવાનો પ્રયાસ
કુકમા ખાતે કાર્યરત મૈત્રીભાવ ગ્રુપ દ્વારા ઉનાળા જેવી ચોમાસામાં પણ કાળઝાળ ગરમીમાં અબોલ જીવો માટે માનવતાભર્યું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ચોમાસામાં પણ ગરમીના વધતા પ્રકોપ વચ્ચે પક્ષીઓ અને અન્ય અબોલ પ્રાણીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે હેતુથી ગ્રુપના યુવાનો દ્વારા ૧૦૦ જેટલી સિમેન્ટની પાણીની કુંડીઓનું લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અભિયાન દ્વારા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં લોકોમાં અબોલ જીવો પ્રત્યે સંવેદના અને સેવા ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મૈત્રીભાવ ગ્રુપના સભ્યોએ લોકોને પોતાના ઘર, આંગણાં અને જાહેર સ્થળોએ પાણીની કુંડીઓ મુકીને નિયમિત પાણી ભરવા અપીલ કરી હતી.
આ સેવાકાર્યમાં ભાવિક ચૌહાણ, વિશાલ ચૌહાણ, ધ્રુવ ચૌહાણ, ભાવેશ સોલંકી, દિનેશભાઈ ટાંક, આદિત્ય ચૌહાણ સહિતના યુવાનો સક્રિય રીતે જોડાયા હતા.