કેરા ભાઈઓના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે ભવ્ય હિંડોળા મહોત્સવ તેમજ નીલકંઠ વર્ણી તપ માર્ગ દર્શન

image

આગામી તા,7/8/2026 ના રોજ સાંજે 5 કલાકે ભુજ મંદિરના વરિષ્ઠ સંતો તેમજ દાતાશ્રીઓ ના વરદ હસ્તે હિંડોળા તેમજ નીલકંઠ વર્ણી તપમાર્ગ દર્શન ખુલ્લા મુકાશે સાંખ્યયોગી બહેનો,કર્મયોગી બહેનો,શ્રી નરનારાયણ યુવક તેમજ યુવતી મંડળ દ્વારા એક મહિના અગાઉ આ ઉત્સવ ની તૈયારીઓ શરૂ કરાઈ છે લગભગ 100 જેટલા ભાઈઓ બહેનો રાત દિવસ આ ઉત્સવની તૈયારીઓ માં સેવા આપી રયા છે વાસના બામ્બુઑ થી તૈયાર કરાયેલા હિંડોળા ફૂલો તેમજ અન્ય વસ્તુઓથી તૈયાર કરાશે જે અતિ સુંદર અને આકર્ષણ હશે સાથે ભગવાન નીલકંઠ વર્ણી તપ માર્ગ અને વન વિચરણ ના સાક્ષાત દર્શન થશે જેમાં કેદારનાથ, બદ્રીનાથ, મુક્તિનાથ, વસુધારા, માનસરોવર, સરયુ નદી, લક્ષ્મણ ઝુલા સહિતના ધામોના ભવ્ય અને દિવ્ય દર્શન અહીં થશે સાથે લક્ષ્મણ ઝુલા પર ચાલી તમામ દર્શન થશે કેદારનાથ, બદ્રીનાથ પહોચતા ત્યાં બરફ જેવી ઠંડીનો અહેસાસ થશે તો વસુ ધારા માં ઠંડા પાણીનો ઝરણો વહેશે જે ઠંડા પાણીમાં પસાર થઈ આગળ દર્શને જવાશે કામ બહુ મહેનત વારુ છે પણ તેમને પહોંચી વાળવા યુવાનો અને યુવતીઓ પણ ફુલ જોશમાં છે 23 દિવસ ચાલનારા આ ઉત્સવમાં આખો દિવસ દર્શન ખુલ્લા રહેશે તો આ ભવ્ય દર્શનનો લાભ લેવા ચોવીસીના હરિ ભક્તો ભાઈઓ બહેનોને શ્રી કેરા સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે