ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ અંજાર શહેરમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું

અંજાર નગરપાલિકા અને કચ્છ વહીવટી તંત્ર દ્વારા “હર ઘર તિરંગા” કાર્યક્રમ આજરોજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામય ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા અંજાર શહેરમાં યોજાઈ હતી. આ યાત્રા શહેરની મુખ્ય બજાર ગંગાબજાર, ૧૨ મીટર રોડ અને ઠક્કરબાપા સર્કલ થઈ શ્રીમતી કે. કે. એમ. એસ. ગર્લ્સ હાઈસ્કુલ પાસે પહોંચી સંપન્ન થઈ હતી. માર્ગમાં શહેરીજનો દ્વારા યાત્રા પર પુષ્પવર્ષા કરી પીવાના પાણી તથા ચા-નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે સચ્ચિદાનંદજી મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભારતમાતાની મહાપૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી.
આ તિરંગા યાત્રામાં રાજકીય અને સામાજિક આગેવાનો, શહેરીજનો, પોલીસ જવાનો, સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓ, એન.સી.સી. કેડેટ્સ, સ્કાઉટ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ડી.જે. અને બેન્ડની સુરાવલિઓ સાથે જોડાયા હતા. યાત્રાના રૂટ પર આવતી બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર, શ્રી છગનભાઈ ઠક્કરબાપા, સ્વામી વિવેકાનંદજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાઓ પર મહાનુભાવો દ્વારા હારારોપણ કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાના સમાપન સ્થળે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમારોહના અધ્યક્ષ પદેથી ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ તથા તાંત્રિક વિભાગના રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ભાવનાને વધુ પ્રજ્વલિત કરવાના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી “હર ઘર તિરંગા”ના સૂત્ર સાથે સ્વાતંત્ર્ય દિન પૂર્વે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ ધ્વજવંદનના કાર્યક્રમો માત્ર શાળાઓ પૂરતા સીમિત હતા, પરંતુ વડાપ્રધાનશ્રીના આ અભિયાનથી સમગ્ર દેશમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થઈ છે અને પ્રતિવર્ષ તેમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, જે દેશના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ ન હોય, તે દેશની સ્વતંત્રતા જોખમાય છે.
અંજાર ડેપ્યુટી કલેક્ટર શ્રી સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશપ્રેમ જાગૃત રહે અને આઝાદીનું મૂલ્ય જીવંત રહે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌ નાગરિકો સાથે મળીને જોડાયા તે પ્રસંશનીય છે. આ પ્રસંગે રાષ્ટ્રીય ભક્તિની એક અનેરી ચેતના જોવા મળી રહી છે.
કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન શ્રી નીલેશગીરી એમ. ગોસ્વામી અને શહેર ભાજપ મહામંત્રી તથા તિરંગા યાત્રા સમિતિના શ્રી ક્રિપાલસિંહ ઝાલાએ કર્યું હતું. આભારવિધિ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાએ કરી હતી. હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાવતા બાળકો અને નાગરિકોના દેશભક્તિના નારાઓથી સમગ્ર અંજાર નગર ગુંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્ર અને નગરપાલિકાના સુચારુ આયોજનથી કાર્યક્રમ સફળ રહ્યો હતો અને શહેરમાં દેશભક્તિનું સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું. આ યાત્રામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ, પોલીસ જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ સહિત સૌએ જોડાઈને રાષ્ટ્રપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માર્ગમાં દુકાનદારોએ પણ યાત્રાને ઉભા થઈને સન્માન આપ્યું હતું.
આ પ્રસંગે નાયબ કલેકટર શ્રી સુરેશભાઈ ચૌધરી, મામલતદાર શ્રીમતી ભગવતીબેન ચાવડા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકા, ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ, અંજાર તાલુકા આરોગ્ય અધિકારી શ્રી રાજીવભાઈ અંજારીયા, અંજાર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવેશકુમાર પટેલ, કચ્છ જિલ્લા ભાજપના ખજાનચી શ્રી સુરેશભાઈ ટાંક, રાપર તાલુકાના સહ પ્રભારી શ્રી વસંતભાઈ કોડરાણી, ભુજ તાલુકા પ્રભારી શ્રી ડેનીભાઈ શાહ, હર ઘર તિરંગા અભિયાનના જિલ્લાના સહ ઈનચાર્જ શ્રી અશ્વિનભાઈ પંડ્યા, અંજાર શહેર ભાજપ મહામંત્રી શ્રી ક્રિપાલસિંહ રાણા, શ્રી અશ્વિનભાઈ સોરઠીયા, અંજાર શહેર ભાજપના સહપ્રભારી શ્રી જનકસિંહજી જાડેજા, અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી પ્રકાશભાઈ લોદરીયા, ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ માલસર, શાસક પક્ષના નેતા શ્રી આશિષભાઈ ઉદવાણી, દંડક શ્રી ગીરીશભાઈ પરમાર, જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી અકીબભાઈ બાયડ, ભાજપ અગ્રણી શ્રી રામજીભાઈ ધેડા ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ કાઉન્સિલર સર્વે શ્રીમતી કુંદનબેન જેઠવા, શ્રીમતી ધનુબેન ગઢવી, શ્રી પાર્થભાઈ સોરઠીયા, શ્રી જયેશભાઈ બલદાણીયા, શ્રી તેજપાલભાઈ લોચાની, શ્રી અલ્પેશભાઈ દરજી, શ્રીમતી પ્રીતિબેન માણેક, શ્રીમતી કુંદનબા જાડેજા, શ્રી અમિતભાઈ વ્યાસ, શ્રી રાજેન્દ્રસિંહ ટી. જાડેજા, શ્રીમતી નિતાબેન ઠક્કર, શ્રીમતી મમતાબેન વેગડ, શ્રી નિલેશગિરિ ગોસ્વામી, શ્રીમતી સોનલબેન મેહતા, શ્રીમતી હર્ષાબેન સોરઠીયા, શ્રીમતી ફરીદાબેન કુંભાર, શ્રીમતી કલ્પનાબેન ગોર, શ્રીમતી તારાબેન પ્રકાશભાઈ રોંશિયા, શ્રીમતી સંદીપાબેન સોની, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા, વાઇસ ચેરમેન શ્રી તેજસભાઈ મહેતા જોડાયા હતા.
આ ઉપરાંત અંજાર શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી કલ્પેશભાઈ કોઠારી, શ્રી કિંજલભાઈ બુદ્ધભટ્ટી, શ્રી સંજયભાઈ પેડવા, શ્રીમતી જયશ્રીબેન ઠક્કર, અંજાર શહેર ભાજપ મંત્રી શ્રી ભૌતિકભાઈ ખંડોર, શ્રીમતી મંજુલાબેન ચૌહાણ, શ્રીમતી સંદીપાબેન સંજોટ, શ્રી ચેતનભાઈ ઝાલા, શ્રી ગોપાલભાઈ આહીર, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી નીતિનભાઈ લોચાણી, શ્રી હેમાંગગીરી ગોસ્વામી, અંજાર શહેર યુવા ભાજપના પ્રમુખ શ્રી આકાશભાઈ કોડરાણી, મહામંત્રી શ્રી મિલનભાઈ લોઢા અને શ્રી હિતેનભાઈ સોરઠીયા, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ શ્રી મયુર ખીમજીભાઈ સિંધવ, મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી ઈલાબેન ચાવડા, મહામંત્રી શ્રીમતી પૂજાબેન બારમેડા અને શ્રીમતી વૈશાલીબેન સોરઠીયા, અંજાર શહેર બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી નિરવભાઈ કાપડી અને શ્રી હાર્દિકભાઈ પ્રજાપતિ, શ્રી સાગરભાઈ કાનાણી, શ્રી દીક્ષિત મીરાની, શ્રી રવિરાજ જાડેજા, શ્રી વેદાંત સોની, શ્રી શૈલ માણેક, શ્રી અભિષેક પારેખ, શ્રી ચિરાગભાઈ સિંધવ, શ્રી પ્રકાશભાઈ કોડરાણી વગેરે આગેવાનો આ યાત્રામાં સહભાગી બન્યા હતા.
આ યાત્રાને સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરીયા, શાસનાધિકારી શ્રી મુરજીભાઈ મીંઢાણી અને કચેરી અધિક્ષક શ્રી રશ્મિનભાઈ ભીંડેના માર્ગદર્શન હેઠળ શ્રી ભરતભાઈ બુધભટ્ટિ, શ્રી નરશીભાઈ દાવા, શ્રી પ્રકાશભાઈ રોંશિયા, શ્રી ગુંજનભાઈ પંડયા, શ્રી શંકરભાઈ સિંધવ, શ્રીમતી ભારતીબેન બારોટ, શ્રી મયુરભાઈ હેરમા, શ્રી સાવનભાઈ પંડ્યા, શ્રી પ્રવીણભાઈ કેરાઈ, શ્રી દર્શનસિંહ રાઠોડ, શ્રી જીતેન્દ્રભાઈ જોશી, શ્રી અનિલભાઈ ત્રિપાઠી, શ્રી જીગ્નેશગીરી ગોસ્વામી, શ્રી ભરતભાઈ સરપટા, શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ, શ્રી મહેશભાઈ ઠાકોર, શ્રી વિનોદ શામળીયા, શ્રી કિશનભાઈ પ્રજાપતિ, શ્રી જય ખોડીયાર, શ્રી ગૌરવભાઈ બાંભણિયા, શ્રી બાદલ નાથબાવા, શ્રી હરેશ ભાણજી, શ્રી નિશાન ચવેલીયા, શ્રી ધવલભાઈ થરાદરા, શ્રીમતી નિરૂપાબેન પ્રજાપતિ, શ્રીમતી મિરલબેન વેગડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.