ધોરાજીમાં રામદેવજી મહારાજ મંદિરના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંદિરે બાર બીજની ઉજવણી કરવામાં આવી
ધોરાજીમાં ફરેણી રોડ પર, નવા બસ સ્ટેન્ડ પાસે ગોકુલ પાર્કમાં આવેલ શ્રી રામદેવજી મહારાજ મંદિરે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા અને બાર બીજ નિમિત્તે પવિત્ર ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ સુદ બીજ, શુક્રવાર તા. ૧૪ – ૦૮ – ૨૦૨૬ના પાવન દિવસે આયોજિત આ ઉત્સવ દરમિયાન આજે સાંજે નાના બાળકો અને બાળાઓ માટે બટુક ભોજન યોજાયું હતું, આ પ્રસંગે રાત્રે ૧૦:૦૦ કલાકે રામદેવજી મહારાજના દર્શન, પવિત્ર પાઠ અને ભાવિકો માટે ભવ્ય સંતવાણી ભજનનો કાર્યક્રમ પણ યોજાશે. મંદિરના સાધુ રમેશદાસ તુલસીદાસ મેસવાણીયા (રમેશબાપુ) તથા સમગ્ર સેવક પરિવાર દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને દર્શન તેમજ સંતવાણીનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.