કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા ના હસ્તે ભુજીયા ડુંગર પર આવેલ ભુજંગદેવની પૂજનવિધિ કરી નાગપંચમીના પરંપરાગત લોક મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

કચ્છ પ્રદેશ રાજાશાહી સમયથી આગવી ઓળખ ધરાવે છે કચ્છમાં આજે પણ રાજાશાહી સમયથી ચાલી રહેલી પરમ્પરા યથાવત રહી છે આવીજ એક અનોખી ભુજીયા ડુંગર પર આવેલ ભુજંગદેવ અને ખેતરપાળ દાદાની પૂજન વિધિ રાજવી પરમ્પરા રાજાશાહી સમયથી ચાલી રહી છે આજે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા ના હસ્તે ભુજીયા ડુંગર પર આવેલ ભુજંગદેવની પૂજનવિધિ કરી નાગપંચમીના પરંપરાગત લોક મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતોકચ્છના પાટનગર ગણાતા ભુજ ખાતે ભુજીયો ડુંગર તેમજ રાજાશાહી સમયનો એતીહાસિક કિલ્લો આવેલો છે ભુજનું નામ પણ ભુજીયા ડુંગર પરથી પડ્યા હોવાનો ઇતિહાસકારોનું માનવું છે રાજાશાહી સમયમાં કચ્છ પર સતત આક્રમણ થતા હતા મહારાવ ગોડજીએ ભુજના રક્ષણ માટે કિલ્લો બનાવાનું શરુ કર્યું હતું આ કિલ્લાનું અધરું કામ મહારાજા દેશળજીએ પૂરું કર્યું હતું બરાબર તે સમયે અમદાવાદ મહારાજા શેર બુલંદખાને ૫૦ હજારના લશ્કર સાથે ભુજ ઉપર ચડાઈ કરી હતી જેમાં નાગા બાવાની જમાતનો યુદ્ધમાં સહયોગ મળ્યો હતો આ યુધ્ધમાં શેર બુલંદખાનને હરાવ્યો યુધ્ધમાં કચ્છનો વિજય થયો હતો આ વિજય દિવસ શ્રાવણ નાગપંચમીના દિવસે થયો હતો આ દિવસે મહારાજા દેશળજી શાહી સવારી લઈને ભુજીયા ડુંગર આવ્યા હતા ભુજંગદેવ અને ખેતરપાળ દાદાની પૂજા કરી હતી ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે રાજાશાહી સમયથી ચાલી રહેલી પરમ્પરા આજે પણ યથાવત રહી છેમહારાજા સમયમાં ભુજના દરબારગઢ માંથી ભવ્ય શોભાયાત્રા નીકળતી અને ભુજીયા ડુંગર પર જતી હતી. આ પરમ્પરા મુજબ આજે ભુજના દરબારગઢમાં કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા ના હસ્તે પૂજન વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ રાજવી પરિવાર ભુજીયા ડુંગર પર જઈને ભુજંગદેવ અને ખેતરપાળ દાદા પૂજન વિધિ કરવામાં આવી હતી દરવર્ષેની જેમ આ વર્ષે કુંવર ઇન્દ્રજીત સિંહ પૂજાવિધિ કરી લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો એકબાજુ આજે લોકો જૂની પરમ્પરા અને ઈતિહાસ ભૂલી રહ્યા છે ત્યારે કચ્છમાં આજેપણ રાજાશાહી સમયની પરમ્પરા યથાવત રાખી ઈતિહાસને જીવંત રાખી રહ્યા છે આજની શોભાયાત્ર રાજવી સમય યાદ આપાવે તેવી નહિ પરંતુ આજના દિવસે રાજવી પરિવાર પોતાના વાહનોમાં ભુજીયા ડુંગર જઈને રાજવી પરમ્પરા મુજબ ભુજંગદેવ અને ખેતરપાળ દાદાની પૂજાવિધિ કરવામાં આવી હતી