લાખાડીની વાડીમાંથી મજૂરોના પાંચ મોબાઈલ ચોરાયાનો એલસીબીએ ભેદ ઉકેલ્યો

 નખત્રાણા તાલુકાના લાખાડીની સીમમાં આવેલી વાડીમાંથી મજૂરોના પાંચ મોબાઈલ ચોરાયા હતા. મળતી માહિતી મુજબ લખપતના જીએમડીસીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડેલી ટ્રકમાંથી આ ચોરાઉ મોબાઈલ શોધી એલસીબીએ આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. એલસીબીને પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે, જીએમડીસી લખપતના ગ્રાઉન્ડમાં એક ટ્રક છેલ્લા ત્રણ-ચાર દિવસથી શંકાસ્પદ રીતે ઊભી છે. આથી ત્યાં જઈ આસપાસ તપાસ કરતાં કોઈ વ્યક્તિ કે ચાલક મળ્યો ન હતો. ટ્રકની તપાસ કરતાં તેમાંથી એક થેલો મળ્યો હતો, જેમાં પાંચ મોબાઈલ મળ્યા હતા, જેની ખરાઈ કરતાં તા. 8/8ની રાતથી બીજા દિવસની સવાર સુધી નખત્રાણાના લાખાડીમાં હરદેવસિંહ જાડેજાની વાડીમાં મજૂરીકામ કરતા મજૂરોના પાંચ મોબાઈલ જેની કિં. રૂા. 60,000 ચોરાયા હતા. આ અંગે તેમણે તા. 13/8ના નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેનો ભેદ એલસીબીએ ઉકેલ્યો હતો.