માંડવી પોલીસે નાગલપુર ગામે ધાણીપાસાનો જુગાર રમતા ૫ ઇસમોને રૂ. ૫૨,૫૩૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

image

માંડવી: પોલીસ સ્ટાફે બાતમીના આધારે નાગલપુર ગામે દરોડો પાડી ધાણીપાસા વડે નસીબ આધારિત જુગાર રમતા ૦૫ ઇસમોને ઝડપી પાડ્યા છે.

પકડાયેલા આરોપીઓમાં તેજપાલ મહેશ્વરી, સુમરા આદમ, મૈમુદ સુમરા, મહેશ મહેશ્વરી અને વિનોદ મહેશ્વરીનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂ. ૧૧,૫૩૦/-, રૂ. ૧૧,૦૦૦/- ની કિંમતના ૦૪ મોબાઇલ તથા રૂ. ૩૦,૦૦૦/- ની કિંમતની એક સ્પ્લેન્ડર બાઇક મળી કુલ રૂ. ૫૨,૫૩૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અંગે માંડવી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.