માંડવી પોલીસે ક્રિકેટ સટ્ટો રમાડતા એક ઇસમને રૂ.૧.૪૭ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

માંડવી: પોલીસ સ્ટેશન ને મળેલ ચોક્કસ બાતમીના આધારે માંડવી પોલીસ ટીમે દરોડો પાડી ઓનલાઇન આઇ.ડી. મારફતે ક્રિકેટ સટ્ટો રમી તેમજ રમાડતા એક ઇસમને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ કાર્યવાહી દરમિયાન કંસારા બજાર, માંડવી ખાતે રહેતા ૨૪ વર્ષીય આરોપી જેમીન લલીતભાઇ સોનીની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૧૨,૪૦૦/- ની રોકડ રકમ, રૂ. ૩,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન તેમજ રૂ. ૧,૩૧,૮૦૦/- ની ઓનલાઇન આઇ.ડી. બેલેન્સ મળી કુલ રૂ. ૧,૪૭,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ સંદર્ભે માંડવી પોલીસ સ્ટેશન એ જુગારધારા મુજબ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.