માધાપરના બંધ મકાનનાં તાળાં તોડી તિજોરીમાંથી રૂા. 1,99,500ના સોનાં-ચાંદીના દાગીનાની ચોરી

CHORI....

copy image

copy image

ભુજ નજીક આવેલ માધાપરના બંધ મકાનનાં તાળાં તોડી તિજોરીમાંથી રૂા. 1,99,500ના સોનાં-ચાંદીના દાગીનાની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઉપરાંત ગઈકાલે માધાપર પોલીસ ચોંકીમાં માધાપરના જૂનાવાસમાં સનરાઈઝ સોસાયટીમાં રહેતા વેપારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 8/8ના તે તથા તેના પત્ની ઘર બંધ કરી બહારગામ ભાભર અને ત્યાંથી મહારાષ્ટ્ર ગયા હતા. ગત તા. 13/8ના સોસાયટીમાં જ રહેતા તેમના ભાગીદારનો ફરિયાદીને ફોન આવ્યો હતો અને કહ્યું કે, તમારા ઘરમાં ચોરી થઈ છે. આથી ફરિયાદીએ તેમના ભાઈને આ બાબતે જાણ કરતાં ફરિયાદીના મકાને જતાં મુખ્ય દરવાજા તથા મકાનના ઉપરના માળના રૂમના તાળાં તૂટેલાં હતાં. 18/8ના ફરિયાદી ઘરે આવતાં સામાન વેરવિખેર હતો અને તિજોરી ખૂલી પડી હતી. અજાણ્યા ચોર ઈસમ તિજોરીમાંથી બે તોલાનું સોનાનું મંગળસૂત્ર કિં.રૂા. એક લાખ, એક તોલાની સોનીની ચેઈન કિં.રૂા. 50,000, કાનની બૂટી-ઝુમખા નંગ -8 વજન પોણા તોલા કિં.રૂા. 37,5000 અને ચાંદીની પાયલ બે જોડી તથા ચાંદીના સાત સિક્કા કિં.રૂા. 7000 એમ કુલ્લે રૂા. 1,99,500ના સોનાં-ચાંદીના દાગીના ચોરી કરી લઈ ગયા છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.