ગાંધીધામના 5.55 કરોડની ખંડણી પ્રકરણે ત્રણના જામીન નકારાયા

ગાંધીધામ શહેરના વેપારીનું અપહરણ કરી 5.55 કરોડની ખંડણી પ્રકરણમાં ત્રણ આરોપીઓની અહીંની કોર્ટે જામીન અરજી નકારી હતી.મળતી માહિતી મુજબ શહેરમાંથી વેપારીનાં પૂર્વ આયોજિત કાવતરાંના ભાગરૂપે અપહરણ કરી, ગોંધી રાખી તેમના ભાઈ પાસેથી રૂા. 5.55 કરોડની ખંડણી માગવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સોએ અહીંની અધિક સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન મેળવવા અરજી કરી હતી, જેમાં સરકારી વકીલ કુ. હિતેષી પી. ગઢવી, મૂળ ફરિયાદીના ધારાશાત્રી વી.એન. ગઢવી દ્વારા રજૂ કરાયેલા લેખિત વાંધાઓ, પુરાવાઓ અને દલીલોને ધ્યાને રાખી ન્યાયાધીશએ આ તમામ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ કર્યો હતો.