“ગુજરાતમાં દારૂબંધીનો કાયદા કાગળ પર, ગૃહમંત્રી રાજીનામું આપે. – વી.કે.હુંબલ

image

ગુજરાત વર્ષોથી શાંતિપ્રિય ગુજરાત તરીકે સમગ્ર દેશમાં ઓળખાય છે અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાએ પણ આ શાંતિ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારની હપ્તાખોરીની નીતિના કારણે આજે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે. રોજ જાહેરમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડતા બનાવો સામે આવી રહ્યા છે અને ગુજરાતની જનતા તેનો ભોગ બની રહી છે.

ભાજપ સરકારની હપ્તાખોરીના કારણે ગુજરાતની સરહદો પરથી ટ્રકો અને કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં ઠલવાય છે અને રાજ્યની ગલીએ-ગલીએ દારૂની રેલમછેલ જોવા મળે છે. નાની ઉંમરે યુવાનો દારૂ અને ડ્રગ્સના નશામાં સપડાઈને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને આપણી બહેન-દીકરીઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે. દારૂ અને ડ્રગ્સની બદીના કારણે જાણે ગુજરાત ‘ઉડતા ગુજરાત’ બની ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે સામાન્ય લોકોમાં પણ સવાલ છે કે ગુજરાતમાં દારૂ આટલી મોટી માત્રામાં આવે છે અને વેચાય છે કેમ? કારણ કે બૂટલેગરો દારૂ અને ડ્રગ્સનો હપ્તો પોલીસ સ્ટેશનથી શરૂ કરીને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના કાર્યાલય સુધી પહોંચાડે છે અને તેથી જ તેઓ કોઈનો વાળ વાંકો ન કરી શકે તેવી જાહેરમાં શેખી મારતા હોય છે.આ હપ્તાખોર સરકારના શાસનમાં દારૂ વેચાય છે, દારૂ પીવાય છે અને વારંવાર લઠ્ઠાકાંડ પણ થાય છે. સરકારની ગુનાહિત બેદરકારીના કારણે લહાકાંડમાં અનેક નિર્દોષ લોકોના મોત થાય છે. આ હત્યાકાંડ માટે પણ રાજ્ય સરકાર જવાબદાર છે. ભાવનગરનો હાલનો દુઃખદ બનાવ કોઈ પહેલો બનાવ નથી ભાજપના શાસનમાં વર્ષોથી લઠ્ઠાકાંડની ઘટનાઓ બની રહી છે. વર્ષ 2009માં અમદાવાદમાં લઠ્ઠાકાંડમાં 140થી વધુ લોકોના મોત થયા હતા અને આશરે 200 લોકોની આંખોની રોશની જતી રહી હતી. વર્ષ 2016માં સુરતમાં લઠ્ઠાકાંડમાં 16થી વધુ લોકોનાં મોત થયા હતા. વર્ષ 2022માં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને બોટાદમાં બનેલા લાકાડમાં 50 લોકોના મોત થયા હતા. વર્ષ 2024માં ગાંધીનગરના દેહગામમાં બનેલા લગ્નકાંડમાં બે લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો અસરગ્રસ્ત થયા હતા. વર્ષ 2025માં ખેડાના નડિયાદમાં લઠ્ઠાકાંડમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અનેક લોકો અસરગ્રસ્ત થયા હતા.

વર્ષોથી આવી ઘટનાઓ બનતી હોવા છતાં સરકાર કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. આ પરંપરા પાછળનું મુખ્ય કારણ ભાજપ સરકારમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી છે. જો સરકાર દારૂ અને ડ્રગ્સમાંથી હપ્તા લેવાનું બંધ કરીને દારૂબંધીના કાયદાનો ઈમાનદારીપૂર્વક અમલ કરાવે તો ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ન મળે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. પરંતુ પૈસા કમાવાની લાલસા અને હપ્તાખોરીના કારણે સરકાર દારૂના ગેરકાયદેસર નેટવર્ક સામે કડક કાર્યવાહી કરતી નથી.

ભાવનગર જિલ્લાના કરકડી ગામે બનેલા તાજેતરના લઠ્ઠાકાંડ અંગે પોલીસની FIRમાં ઝેરી કેમિકલયુક્ત લગ્નના કારણે લોકોના મોત થયાની વિગતો નોંધવામાં આવી છે. આ બનાવમાં આશરે છ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને અનેક લોકો હજૂ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. FIRમાં નોંધાયેલી વિગતો મુજબ ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે મિથેનોલ અમદાવાદના સરખેજથી ટ્રાન્સપોર્ટ મારફતે ભાવનગર સુધી લઈ જવામાં આવ્યું હતું. વધુ ગંભીર બાબત એ છે કે આ ડ્રપ્લિકેટ દારૂ બનાવનાસ આરોપીઓએ અગાઉ પણ બે વખત આ રીતે કૃપ્લિકેટ દારૂ બનાવીને વેચ્યો હોવાનું FIRમાં નોંધાયું

FIRમાં જો આટલી પેટી દારૂ લાવવામાં આવ્યો હતો. આટલો દારૂ બનાવવામાં આવ્યો હતો. મટીરીયલ ક્યાંથી આવ્યું હતું, કવ સ્ટોરેજ થયું હતું અને ક્યાં સપ્લાય કરવામાં આવ્યું હતું તેની વિગતો પોલીસને બનાવ બન્યા બાદ અને લોકોના મોત થયા બાદ જ કેમ મળે છે? આ તમામ બાબતોની અગાઉથી પોલીસને જાણ કેમ ન થઈ? હપ્તો લેવાની લાલસાના કારણે આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિને પહેલાકેમ રોકવામાં આવી નહીં? લોકોના મોત થયા બાદ જ પોલીસ કાર્યવાહીના નામે તમામ વિગતો સામે આવે છે તે અત્યંત ગંભીર બાબત છે.

ગુજરાતની જનતાનો સવાલ છે કે દારૂબંધીનો કાયદો શેના માટે છે? સરહદો પરથી કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં આવે છે તો તેના માટે કોણ જવાબદાર છે? કોઈ વિસ્તારમાં દારૂ વેચાય બને લગ્નકાંડ થાય ત્યારે માત્ર જે તે પોલીસ કસ્ટેશનના અધિકારીઓને જ જવાબદાર ઠેરવીને સરપર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહી. Sરત્ની જવાબદારી કેમ નક્કી થતી નથી? રેન્જ Kiની જવાબદારી કેમ નક્કી થતી નથી? DGPની જવાબદારી કેમ નક્કી થતી નથી: રાજ્યના ગૃહમંત્રી ગુજરાતની જનતા સમક્ષ આવીને જવાબદારી કેમ સ્વીકાર તા નથી: મુખ્યમંત્રી કેમ દિલગીરી વ્યક્ત કરીને બે સ્વીકારતા નથી કે તેમની સરકાર દારૂબંધીના ગવદાનો અમલ કરવામાં નિષ્ફળ રહી છે અને તેના કારણો નિદીષ લોકોના જીવ ગયા છે.

રાજ્યના ગૃહમંત્રીની મૂળભૂત જવાબદારી ગુજરાતની જનતાની સલામતી, કાવદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવાની છે. પરંતુ ગૂઢમંત્રી મયંક ગરબા રમતા, સ્વક રીલ્સ બનાવતા કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત જોવા મળે છે, જ્યારે ગુજરાતમાં લક્ષકાંડમાં લોકોના મોત થઈ રહ્યા છે. ગૃહમંત્રીબે પોતાની મૂળભૂત જવાબદારી નિભાવવાની જરૂર છે. તેથી કોકમ પક્ષની સ્પષ્ટ માગ છે કે ગૃહમંત્રી ગુજરાતની જનતા સમક્ષ આવે, પોતાની જવાબદારી સ્વીકારે અને જો થોડી પણ નૈતિકતા હોય તો તાત્કાલિક રાજીનામું આપે.

કોલેસ પહાની બીજી મુખ્ય માગણી અંગે ભાવનગર લક્ષકાડની સમગ્ર ઘટનાની હાઈપ્રેટના સિટિંગ જજના નેતૃત્વમાં SIT બનાવીને નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. આ કોઈ પ્રથમ બનાવ નથી. પરંતુ વારંવાર આવા બનાવો બની રહ્યા છે અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. તેથી માત્ર નાના આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર પ્રકરણનો અંત લાવી શકાય નહી. દારૂ બનાવનારાઓથી લઈને સપ્લાય કરનારાઓ મિથેનોલ પહોંચાડનારાઓ, ગેરકાયદેશર નેટવર્ક અને તેની સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેલા પોલીસ તથા વહીવટી તંત્રની ભૂમિકા સહિત સમગ્ર કડીની તપાસ થવી જોઈએ સાથે જ ગુજરાતની જનતાના હિતમાં ગૃહમંત્રીના રાજીનામાની માગણી પણ વિધાનસભામાં ઉઠાવવામાં આવકો એવું જીલ્લા કોંગ્રેસ ના અધ્યક્ષ વીકેકુંબલે જણાવ્યું હતું આ કાર્યક્રમ માં જીલ્લા સગિતિના હોદેદાસે પાખ સેલના પ્રમુખશ્રીઓ ભુજ તાલુકા/શહેર ના તમામ હોદેદારો, કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.