ગાંધીધામના યુવાનની શિણાય નજીક તરતી લાશ મળી આવી
copy image

ગાંધીધામના 9 બી.ડી. વિસ્તારમાં 30 વર્ષીય યુવાનનો ઘરેથી નીકળી ગયા બાદ મૃતદેહ મળી આવ્યો. આ બનાવ અંગે વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગાંધીધામની હોટેલ એમ્પાયર નજીક વોર્ડ 9 બી.ડી. વિસ્તારમાં રહેનાર અનિલ નામનો યુવાન ગત તા. 30/8નાં સવારના અરસામાં ઘરેથી નીકળી ગયો હતો, ત્યારબાદ તેની કોઈ ખબર ન મળતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ઉપરાંત આજે સવારે શિણાય નજીક તેની તરતી લાશ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હતભાગીએ આપઘાત કર્યો હશે કે અકસ્માતે પાણીમાં પડી ગયો હશે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.