ભચાઉ નજીક જૈન બોર્ડિંગ પાસે સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનનનો આક્ષેપ

ભચાઉ નજીક આવેલ જૈન બોર્ડિંગ પાસેની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ અને ખનન થતું હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદો ઉઠી રહી છે.
સરકારી જમીનમાંથી મંજૂરી વિના માટી-મિનરલનું ખનન થઈ રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે હવે ભચાઉ પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ સ્થળ તપાસ કરી કાર્યવાહી કરશે કે કેમ તે અંગે સવાલો ઉઠ્યા છે.
સ્થાનિકો દ્વારા સરકારી જમીનની તાત્કાલિક તપાસ કરી જો ગેરકાયદેસર ખનન થતું હોવાનું સામે આવે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિકોની ફરિયાદ બાદ ભચાઉ વહીવટી તંત્ર ક્યારે સ્થળ તપાસ કરી સરકારી જમીનમાં ચાલી રહેલા કથિત ગેરકાયદેસર ખનન સામે પગલાં ભરે છે.
અહેવાલ જયેશ ધેયડા ભચાઉ