ગાંધીધામમાં રખડતા ઢોરે મહિલાને લીધી હડફેટે
copy image

ગાંધીધામમાં રખડતા ઢોરે પગપાળા જતી મહિલાને હડફેટે લીધી હતી. આસપાસના લોકો એકઠા થઈ જતા મહિલા ગંભીર ઇજાઓથી બચી ગઈ હતી.આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ અને વીડિયો વાયરલ થયો છે.સૂત્રો માંથી મળતી માહિતી મુજબ રબારી વાસમાં મહિલા પગપાળા જઈ રહી હતી, તેવામાં રખડતા ઢોરે તેમનો પીછો કરીને અડફેટે લીધી હતી. મહિલાએ રાડારાડ કરતાં આસપાસના લોકો ભેગા થઈ અને ત્યાંથી રખડતા ઢોરને હાંકી કાઢયા હતા. મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનાકરણે 188 ચોરસ કિ.મી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ઢોર પકડવા પાછળ દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે હેતુ માટે રૂપિયા ખર્ચ થાય છે તે હેતુ સાર્થક થતો નથી, તો પછી તિજોરી ઉપર આટલો મોટો ભાર શું કામ મૂકવામાં આવી રહ્યો છે તે સહિતના સવાલો ઊભા થઈ રહ્યા છે. મેયર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા રખડતા ઢોરના મામલામાં પગલાં ભરવામાં આવે તે માંગ ઊઠી છે. .