ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયા

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે ઈ.પો.ઈન્સ.બી.વી.બોરીસાગર એસ.ઓ.જી.નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમને તેઓના ખાનગી ભરોસાના બાતમીદાર મારફતે બાતમી હકિકત મળેલ કે, ત્રણ ઈશમો (૧) હર્ષ ગોપાલ ચોબે (૨) રાકેશ રંજન શ્રીરામ ઓઝા રહે મુળ બિહાર (૩) સંદીપકુમાર હોશીલા પટેલ રહે મુળ ઉતરપ્રદેશ વાળાઓ સાથે મળી એક મો.સા નંબર GJ 12 CH 9957 વાળીમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી ગળપાદરથી અંજાર તરફ જતા રસ્તા ઉપર મેઘપર ગામના ઓવરબ્રીજ પાસે અંજાર તરફ એક જગ્યાએ હાજર હોય અને તે આવતા જતા છુટક ગ્રાહકોને માદક પદાર્થ ગાંજાનુ વેચાણ કરતા હોય તેવી બાતમી મળેલ હોય જે બાતમી આધારે તપાસ કરી રેઈડ કરતા તેઓના કબજા ભોગવટાઓ માંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો વજન ૦૪ કિ.ગ્રા.કિ.રૂા.૨,૦૦,૦૦૦/ રૂા.૨,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેથી તેઓના વિરૂધ્ધ એન.ડી.પી.એ એકટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.અટક કરેલ આરોપી:- (૧) હર્ષ ગોપાલ ચોબે ઉવ ૨૧ મુળ રહે હરીશંકર પાડે ચાલ ગાવદેવી રોડ ગણેશ ચોકની પોઇસર કાદીવલી ઇસ્ટ બાજુમા મુંબઈ મહારાષ્ટ્ર હાલે રહે સર્વે નંબર ૨૪૪ સંતકૃપા સોસાયટી મેઘપર બોરીચી તા.અંજાર (૨) રાકેશ રંજન શ્રીરામ ઓઝા ઉવ ૨૯ ૨હે મુળ ક૨જા ગામ થાના બિહીયા જી.ભોજપર પોસ્ટ ઉમરાવગંજ બિહાર હાલે રહે સર્વે નંબર ૨૪૪ સંતકૃપા સોસાયટી મેઘપર બોરીચી તા.અંજાર (3) સંદીપકુમાર હોશીલા પટેલ ઉવ ૧૯ રહે મુળ નરાયણપુર તા.કછવા જી.મિરજાપુર ઉતરપ્રદેશ હાલે રહે સર્વે નંબર ૨૪૪ સંતકૃપા સોસાયટી મેઘપર બોરીચી તા.અંજારવાળા પકડાયેલ મુદ્દામાલની વિગત :- (૧)ગાંજો વજન ૦૪ કિલો ગ્રામ डि.३. २,००,०००/- (૨) મોબાઈલ ફોન નંગ- 03 કિ.રૂ. ૧૫૦૦૦/- (3) રોકડા રૂપિયા ११,०७०/- (૪) હીરો કંપનીનુ મો.સા डि.३. ५०,०००/- (૫) આધારકાર્ડ નંગ-૦૨ डि.३.००/०० કુલ કિ.રૂ. ૨,૭૬,૦૭૦/-નો મુદ્દામાલ ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી.ઈ.પો.ઈન્સ.બી.વી.બોરીસાગર તથા એસ.ઓ.જી. સ્ટાફ જોડાયેલ હતો.