વરસાદ નહિવત થતા પશ્ચિમ કચ્છના માલધારીઓની હાલત કફોડીકંપનીઓ કરોડો કમાણીપણ ઘાસચારો ક્યાં વાવ્યો ?

પાણી ઘાસના અભાવે મહામૂલા મોંઘા માલ સાથે માલધારીઓએ હિજરત ની વાટ પકડી
પશ્ચિમ કચ્છમાં વરસાદ નહીવત થતા અબડાસા લખપત તેમજ નખત્રાણા તાલુકાના ગામડાઓની હાલત અતિ ખરાબ છે ઘાસચારાનો ભાવ વધી જતા માલધારીઓને પોતાના માલ ને ખવડાવવું મુશ્કેલ થઈ પડ્યું છે વગડામાં પીવાનું પાણી પણ નથી ત્યારે આ મોંઘા માલ ની ભૂખ તરસ ક્યાં છુપાવવી
10 15 વર્ષથી સારો વરસાદ વરસતા લોકો માલધારી ઓ પશુધન વધુ વસાવતા પશુધનની સંખ્યા પશ્ચિમ કચ્છમાં ખૂબ મોટા પ્રમાણમાં વધી છે દૂધ ઉત્પાદનનો ધંધો પણ ખૂબ ફૂલયો ફાલ્યો છે પણ હવે જ્યારે મુખ્ય આધાર વરસાદ જ રિસાઈ ગયો છે તો આ પશુધનને ક્યાં સાચવવું કારણકે ઘાસચારાના ભાવો હવે પોસાય એમ નથી ત્યારે આ દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં માલની હાલત માલધારીઓ જોઈ શકતા નથી જેના કારણે પશ્ચિમ કચ્છના લખપત તાલુકાના ગામોના હજારો જેટલા માલ સાથે માલધારીઓ હિજરત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તરફ મીટ માંડી છે શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો પણ વરસાદ ન પડતા હવે માલધારીઓ વરસાદની રાહ જોઈ થાક્યા અને ગુજરાત તરફ પોતાના માલ સાથે પ્રયાણ કરી રહ્યા છે
[ માલધારીઓ સુરેન્દ્રનગર,પાટડી,માલવણ હિજરત કરવા મજબૂર બન્યા!
લખપત તાલુકાના બેખડા અને છેલાવાંઢ માલધારીઓ ઘેટાં-બકરાં અને ગાયો ભેંસો સાથે હિજરત કરવા મજબૂર બન્યા છે
પોતાના પરિવાર સાથે ઢોરો લઈ 8 સપ્ટેમ્બરના રોજ પોતાના પરિવાર અને પશુધનને લઈને આ માલધારીઓ સુરેન્દ્રનગરના લીંબડી અને પાટડી તાલુકા તરફ હિજરત કરી રહ્યા નજરે ચડે છે અને તંત્રને પણ આજીજી કરી રહ્યા છે કે આવી પરિસ્થિતિમાં માલધારીઓના વાહનો જે પશુધન સાથે જઈ રહ્યા છે તેમની પાસેથી ટોલ પણ ન ઉઘરાવવામાં આવે અને જરૂરી સુવિધાઓ પણ આપવામાં આવે કારણ કે હવે માલધારીઓનો આધાર માત્ર નીચે ધરતી ઉપર આસમાન જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે મજબૂરી વર્ષ પોતાના માલ સાથે હિજરત કરવાની ફરજ પડી છે
હજુ ઘાસચારા માટે ઘાસ ડેપો પણ શરૂ કરવામાં આવ્યા નથી અને ઘાસનું તણખલું વગડામાં મળતું નથી
રહી સહી ગૌચર જમીન પણ બે પગવાળા આંખલાવ ચરી ગયા છે લોકોએ મન ફાવે એટલું ભેગું કર્યું છે ગાયોની જમીનો મૂકી નથી ત્યારે હવે આ મૂઞો પશુધન ચરવા ક્યાં જાય એક તરફ કુદરત રૂઠી છે બીજી તરફ કંપનીઓના આક્રમણ થી પશ્ચિમ કચ્છની આબોહવા દોહડાઈ છે તંત્રની મહેરબાનીથી ગૌચર પડતર સરકારી જમીનોમાં આડેધડ દબાણ થઈ ગયા
ગામડાઓમાં પવનચક્કીઓ આવી ત્યારે લોકોએ પણ પેટ ભરીને મેળ ઉતાર્યા પણ પોતાના પશુધનની ચિંતા કરી નહીં હવે પશુધન દુઃખી થઈ રહ્યું છે કોના પાપે?!
કારણ કે વગડામાં પરિસ્થિતિ ખરાબ છે ગૌચર દબાણી સરકારી પડતર જમીન દબાઈ ગઈ માલ ઢોર પણ ક્યાં જાય
પ્રજાના પ્રતિનિધિઓ કંપનીઓ પાસે ટહેલ નાખે અને આ કપરી પરિસ્થિતિ માટે સ્થાનિક ગામડાઓને સહયોગ કરે કારણકે પશ્ચિમ કચ્છમાંથી કરોડોમાં કંપનીઓ કમાય છે આવી સ્થિતિમાં જરૂરથી મદદ કરી શકે
જો તંત્ર ધારે તો ગૌચર જમીનો ખુલ્લી થઈ શકે અને વાવેતર પણ થઈ શકે
કરોડો રૂપિયા કમાતી કંપનીઓને ગામડાઓ દતક લેવાનો સમય આવી ગયો છે
રાજકીય ઈચ્છા શક્તિ હોય તો દુષ્કાળ સામે પણ ટકી શકાય
ભલે કુદરત રૂઠી છે વરસાદ નથી થયો પણ સરકાર માઈ બાપ છે જો પ્રજાના પ્રતિનિધિઓ અને સરકારની ઈચ્છા શક્તિ હોય તો દબાણ થયેલી ગૌચર જમીનનો ખુલ્લી થાય અને તેમાં વ્યાપક પ્રમાણમાં ઘાસચારો વાવી સસ્તા ભાવે સ્થાનિક પંચાયતોને વ્યવસ્થા સોંપવામાં આવે તો પશ્ચિમ કચ્છના અબડાસા લખપત અને નખત્રાણા તાલુકામાં ઘાસચારાની અછત ન વર્તાય
જ્યાં જ્યાં પણ ગૌચર જમીનનો છે ત્યાં તંત્ર દ્વારા કબજો લઈ ફળદ્રુપ કરી કંપનીઓ દ્વારા ગામોને દત્તક લઈ ઘાસચારો ઉઞાડવા માં આવે તો આવી ગંભીર કટોકટી જેવી પરિસ્થિતિમાં પણ માલધારીઓને રાહત મળે અને કુદરત ભલે રૂઠી છે પણ લોકો સહિયારા પુરુષાર્થથી ગામડાઓને દત્તક લે અને માલધારીઓને ઘાસચારો પૂર્વ પાડે તો માલ ઢોર ભૂખે નમરે પરંતુ આ બધું કરવા માટે સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓની ઈચ્છા શક્તિ અનિવાર્ય છે
પશ્ચિમ કચ્છમાંથી કંપનીઓ કરોડો રૂપિયા કમાણી છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં જો ગામોને દત્તક ન લઈ શકે ??
કંપનીઓના આગમન વખતે કરાર પણ એવા જ હોય છે કે સ્થાનિક માલધારીઓને ઘાસચારો આપવો કે પર્યાવરણ બચાવવું અત્યારે કુદરત કસોટી કરી રહી છે ત્યારે હવે ખરા સમયે નાના નાના ગામડાઓને દત્તક લેવા માટે કંપનીઓએ આગળ આવવું જોઈએ તેમ જ સ્થાનિક પ્રતિનિધિઓ પણ દુષ્કાળમાં આ અભિયાનમાં જોડાવું જોઈએ અને ગૌચર ખુલી કરાવી ઘાસચારો ઉગાડવો જોઈએ એ સમયની માંગ છે