હવે ગુજરાત કદી સુશે નહીં! ગાંધીનગરથી વેપારીઓ માટે ઐતિહાસિક નિર્ણય: મોલ, કાફે, હોટેલ હવે 24 કલાક ધમધમશે, રાતના તાળાનો કાયદો ખતમ!

જેની રાહ ગુજરાતનો વેપારી વર્ષોથી જોતો હતો, એ ઘડી આવી ગઈ છે.

ગાંધીનગરના દરબારમાંથી એક એવો નિર્ણય લેવાયો છે કે જેણે આખા ગુજરાતના વેપાર જગતમાં ખુશીની લહેર ફેલાવી દીધી છે. હવે ગુજરાતની રાતો પણ દિવસ જેવી જ રોશન રહેશે.

ગુજરાત સરકારે વિધાનસભામાં એક એવું બિલ પસાર કરવાનો માર્ગ મોકળો કર્યો છે, જે કાયદો બન્યા પછી રાજ્યમાં મોલ, કાફે, હોટેલ, રેસ્ટોરન્ટ અને દુકાનો હવે 24 કલાક ખુલ્લી રાખી શકાશે.

હવે 10 વાગ્યે શટર પાડવાનું ટેન્શન ખતમ!

આ નવા નિયમો અમલમાં આવ્યા પછી પોલીસ હવે માત્ર સમયના આધારે રાત્રિના સમયે તમારી દુકાન કે હોટેલ બંધ કરાવી શકશે નહીં. વેપારી હવે પોતાની રીતે પોતાનો વેપાર કરશે, પોતાનો સમય નક્કી કરશે.

આ નિર્ણયથી માત્ર વેપારીઓની કમાણી જ નહીં વધે, પણ હજારો યુવાનો માટે નોકરીના નવા દરવાજા પણ ખુલશે. ગુજરાત હવે ખરા અર્થમાં મુંબઈ-દિલ્હી જેવું 24 કલાક ધબકતું રાજ્ય બનશે.

જોકે સરકારે એક વાત સ્પષ્ટ કરી છે કે વેપારીઓ અને સંચાલકોએ સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી સુરક્ષા, કામદારોના હક અને અન્ય ગાઈડલાઈનનું પાલન ફરજિયાત કરવું પડશે.

તો તૈયાર થઈ જાઓ ગુજરાત… હવે તમારું શહેર કદી સુશે નહીં!