કંડલામાં ઉંચાઈએથી નીચે પટકાતા યુવાનના મોત
કંડલામાં યુવાનના મોત અંગે પોલીસથી માહિતી છુપાવનારા ઠેકેદાર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. કંડલામાં ગુજરાત સ્ટેટ વેરહાઉસ ગોદામ-પાંચમાં આ બનાવ બન્યો હતો. સૂત્રો મુજબ મળતી માહિતી મોહન ભોઈયા ઉર્ફે ભગત નામનો યુવાન 30 ફૂટ ઉંચાઈએથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઈ જવાયો હતો. પરંતુ તેના ઠેકેદાર અંજારના નીલેશ ધનજી બાંભણીયા એ આ યુવાન પોતાના વાહન ઉપર બેઠો હતો અને પડી જતાં ઈજાઓ થઈ હોવાનું પોલીસને જણાવ્યું હતું. બાદમાં યુવાનનું મોત નીપજ્યું. આ શખ્સેએ છેલ્લા ઘણા સમયથી ફેબ્રિકેશનનું જોખમી કામ મોહન ભોઈયા પાસેથી કરાવી બનાવના દિવસે પણ કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સેફટી બેલ્ટ, પ્લેટફોર્મ, ગાર્ડ રેલ વગર આ યુવાન પાસેથી કામ કરાવાયું હતું અને બાદમાં પોલીસ તથા યુવાનના પરિવારજનોથી હકીકત છુપાવાઈ હતી. આ ઈસમ સામે યુવાન ભાઈ અશોક દેવજી ભોઈયાએ કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.